Jamnagar : ટેક્સ કૌભાંડ કેસમાં TV9ના અહેવાલની અસર | Gujarat | TV9Gujarati
Free with YouTube's ads, posted by TV9 Gujarati (TV9 Gujarati)
It plays in YouTube's player, loaded from youtube-nocookie.com only when you press Play. From then on YouTube's player runs on this page: it shows YouTube's ads, YouTube receives your address and this page's, and its player may keep its own cookies and storage on your device. Pressing Play means you agree to be bound by YouTube's Terms of Service and accept this site's privacy notice, which says what this site keeps; Google's Privacy Policy covers what YouTube collects.
Add to the wallWatch on YouTubeTV9 Gujarati on YouTubeTV9 Gujarati
Clips are not offered for films in YouTube's player: YouTube's terms allow no copies of its videos (YouTube API Services Developer Policies, III.E.1).
About this recording
#Jamnagar #TaxScam #TV9 #PropertyTax #MunicipalCorporation #GujaratNews #Corruption #TV9Gujarati
Jamnagar : ટેક્સ કૌભાંડ કેસમાં TV9ના અહેવાલની અસર | Gujarat | TV9Gujarati
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખામાં Tax Scamનો મોટો પર્દાફાશ! TV9 Gujaratiના અહેવાલ બાદ તંત્રમાં ભારે હલચલ મચી છે. મિલકતવેરાની રકમમાં ગેરરીતિથી ઘટાડો કરવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરરીતિ આચરનારા 5 કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દેવાયા છે. આ સમગ્ર મામલે હવે વહીવટી વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. શું મિલકતવેરા શાખામાં લાંબા સમયથી ચાલતી હતી આવી ગેરરીતિ? કોન્ટ્રાક્ટ કર્મચારીના User IDના દુરૂપયોગની આશંકા સાથે તપાસ શરૂ કરાઈ છે. ઓગસ્ટ મહિનામાં 3 અને ઓક્ટોબર મહિનામાં 3 કેસ સામે આવ્યા હતા. આમ, કુલ 6 કેસમાં મિલકતવેરાની રકમ ઘટાડવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અરજદારની અરજી વગર જ Tax Amount ઘટાડવામાં આવ્યો હતો.
તપાસ બાદ 3 ઓપરેટર અને 2 પ્યુનને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. જ્યારે એક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી અને એક કાયમી કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. કોન્ટ્રાક્ટ કર્મચારીના Login Credentialsનો ઉપયોગ કેવી રીતે થયો તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આ ગેરરીતિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. TV9 Gujaratiએ મિલકતવેરા શાખાના Tax Scam અંગે અહેવાલ પ્રસારિત કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું. TV9ના અહેવાલ બાદ જામનગર મહાનગરપાલિકાનો વહીવટી વિભાગ હરકતમાં આવ્યો છે. Deputy Municipal Commissionerએ સમગ્ર મામલે Zero Tolerance Policy અપનાવવાની વાત કરી છે. ગેરરીતિ આચરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે. મનપાની મિલકતવેરા શાખામાં થયેલી આ ગેરરીતિથી અનેક સવાલો ઊભા થયા છે. કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો કે User IDનો અન્ય કોઈએ ઉપયોગ કર્યો? આખરે આ Tax Scam પાછળ કોણ જવાબદાર છે? શું તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થશે? જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી અને તપાસની દરેક અપડેટ માટે જોતા રહો TV9 Gujarati. આ સમગ્ર અહેવાલ જોવા માટે વીડિયો અંત સુધી નિહાળો. વધુ સમાચાર અને મોટા ખુલાસા માટે અમારી સાથે જોડાયેલા રહો.
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે…
- Posted by
- TV9 Gujarati, the YouTube channel of TV9 Gujarati, on 2026-11-08
- Rights holder
- TV9 Gujarati, whose own site links this channel (checked 2026-11-07)
- Length
- 11 h 55 min
- Where it plays
- Wherever YouTube plays: its rights holder sets no limit
- Made for kids
- No, as YouTube designates it
- Language
- gu, as YouTube records it
- What it is
- The recording of a live broadcast, as YouTube says
- Who can watch here
- Adult profiles and older: no rating is recorded on YouTube, so adults only. How these videos are chosen
The title, description, picture, length, category, ratings, broadcast times, where it plays and whether it is made for kids come from YouTube. The rights holder named, how it was checked, what it is by its own title or playlist, and which profiles see it are this site's own.