# Gujarat Farmers in Crisis: ગીર સોમનાથથી લઈ અમરેલી અને સબારકાંઠામાં વરસ્યો કમોસમી વરસાદ | Gujarat

Free with YouTube's ads, posted by TV9 Gujarati.

#UnseasonalRain #GujaratFarmers #GirSomnath #Amreli #Sabarkantha #CropDamage #Groundnut #Mavatha #FarmersLoss #GujaratWeather #TV9Gujarati

Gujarat Farmers in Crisis: ગીર સોમનાથથી લઈ અમરેલી અને સબારકાંઠામાં વરસ્યો કમોસમી વરસાદ | Gujarat | TV9Gujarati

ગુજરાતના ખેડૂતો માટે એક તરફ ચોમાસાની નિરાશા અને બીજી તરફ કમોસમી વરસાદનો બેવડો માર! મહામહેનતે ખેડૂતોએ કુદરત સામે સંઘર્ષ કરીને પાક તૈયાર કર્યો હતો. પરંતુ જ્યારે પાકને ઘેર લઈ જવાનો સમય આવ્યો, ત્યારે મેઘરાજાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ગીર સોમનાથથી લઈને અમરેલી અને ઉત્તર ગુજરાત સુધી Unseasonal Rainનો કહેર જોવા મળી રહ્યો છે. ક્યાંક ખેતરોમાં પાથરેલી મગફળી વરસાદમાં પલળી રહી છે, તો ક્યાંક ઊભા પાક પર સંકટ ઘેરાયું છે. પવન અને ગાજવીજ સાથે વરસેલા માવઠાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી મગફળી અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે. અમરેલીના ખાંભા ગીર સહિતના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનથી ખેતીને અસર થવાની આશંકા છે. હનુમાનપુર, તાલડા સહિતના ગામોમાં વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. બીજી તરફ સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઇડર અને હિંમતનગર તાલુકાના વિસ્તારોમાં વરસાદને કારણે ખેતરમાં પડેલા પાકની ચિંતા વધી છે. ખાસ કરીને મગફળી, કપાસ અને ચણાના પાક પર નુકસાનનાં વાદળો ઘેરાયાં છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો છે. હવે પાક તૈયાર થયો ત્યારે કુદરતના મારથી ખેડૂતોની મહેનત વ્યર્થ જવાની ભીતિ છે. એક તરફ વધતો ખેતી ખર્ચ અને બીજી તરફ કમોસમી વરસાદ, ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું કરી શકે છે. ખેતરમાં પાથરેલી મગફળી પલળતાં ખેડૂતોને પાકની ગુણવત્તા અને વેચાણની ચિંતા સતાવી રહી છે. શું કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે? શું સરકાર ખેડૂતોના પાક નુકસાનનો સર્વે કરાવી રાહત આપશે? ગીર સોમનાથ, અમરેલી અને સાબરકાંઠામાં માવઠાની અસરની Ground Report જુઓ. ખેડૂતોની વ્યથા અને કુદરતના કહેરની સંપૂર્ણ વિગતો જાણો માત્ર TV9 Gujarati પર. ગુજરાતના ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા…

- What it is: Recorded live
- Length: 2 h 5 min
- Shown live: Sat 31 Oct 2026, 09:30 UTC
- Rights holder: [TV9 Gujarati](https://www.tv9gujarati.com/) (its site links the channel: https://tv9gujarati.com/)
- Channel: [TV9 Gujarati](https://www.youtube.com/channel/UCeJWZgSMlzqYEDytDnvzHnw)
- Plays: Wherever YouTube plays: its rights holder sets no limit
- Who can watch here: Adult profiles and older (no rating is recorded on YouTube, so adults only)
- Made for kids: No, as YouTube designates it
- On YouTube: [Watch on YouTube](https://www.youtube.com/watch?v=mvmB3naHMdw)

It plays in YouTube's embedded player on its page here, loaded only when Play is pressed; YouTube's Terms of Service (https://www.youtube.com/t/terms) and Google's Privacy Policy (https://policies.google.com/privacy) apply to it.
