# Gandhinagar: કેબિનેટ બેઠકમાં આગામી સમયના શિયાળુ પાક મુદ્દે ચર્ચા | Gujarat | TV9Gujarati

Free with YouTube's ads, posted by TV9 Gujarati.

#GujaratCabinet #WinterCrops #WaterAllocation #LivestockInsurance #Saurashtra #SujalamSufalam #AnimalKavach #CabinetMeeting #FarmerSuppor #TV9Gujarati

Gandhinagar: કેબિનેટ બેઠકમાં આગામી સમયના શિયાળુ પાક મુદ્દે ચર્ચા | Gujarat | TV9Gujarati

ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને પશુપાલકોને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આગામી શિયાળુ પાકની સિઝનને ધ્યાનમાં રાખીને સરકાર પાણીના આયોજન અંગે વિચારણા કરી રહી છે. પીવાના પાણીનો જથ્થો Reserved રાખ્યા બાદ વધતા પાણીનો ઉપયોગ શિયાળુ પાક માટે થઈ શકે કે નહીં તેની સમીક્ષા થશે. ખાસ કરીને ખેડૂતોને સિંચાઈ માટે કેટલું પાણી આપી શકાય તે મુદ્દો બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. પાક વાવેતર અને સિંચાઈની જરૂરિયાતને લઈને મુખ્યમંત્રી દ્વારા અલગ બેઠક યોજાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કેટલું પાણી સિંચાઈ માટે આપી શકાય તે પણ તપાસાશે. પાણીની ઉપલબ્ધતા અને જરૂરિયાતના આધારે સરકાર અંતિમ નિર્ણય લેશે. સાથે જ ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકનું વાવેતર કરવા અનુરોધ કરવામાં આવશે. આ નિર્ણયથી શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતોને કેટલી રાહત મળશે તેના પર સૌની નજર છે. બીજી તરફ પશુપાલકો માટે પણ કેબિનેટ બેઠકમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પશુઓને હવે પશુ વીમા કવચ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર ₹250ના Premium પર ₹40,000નું Insurance Cover આપવામાં આવશે. આ યોજના હેઠળ કુલ એક લાખ પશુઓને આવરી લેવાનું આયોજન છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં 27 હજારથી વધુ પશુપાલકોએ અરજી કરી દીધી છે. પશુઓના આરોગ્ય અને સુરક્ષા માટે આ યોજના પશુપાલકોને આર્થિક મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત શિયાળ બેટમાં મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવવાની દરખાસ્તને પણ કેબિનેટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી માછીમારી ક્ષેત્રને નવી સુવિધા મળવાની આશા છે. ખેડૂતો માટે સિંચાઈનું પાણી, પશુપાલકો માટે Insurance Cover અને માછીમારો માટે નવી સુવિધા... ગાંધીનગરની કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયો હવે ચર્ચામાં છે. શિયાળુ પાક માટે પાણી ફાળવણી અંગે સરકાર ક્યારે અંતિમ નિર્ણય લેશે? સૌની અને સુજલામ સુફલામ યોજનાથી કેટલા ખેડૂતોને લાભ મળી શકશે? ₹250ના Premium પર ₹40,000નું પશુ વીમા કવચ કેવી રીતે…

- What it is: Recorded live
- Length: 4 h 2 min
- Shown live: Thu 5 Nov 2026, 01:24 UTC
- Rights holder: [TV9 Gujarati](https://www.tv9gujarati.com/) (its site links the channel: https://tv9gujarati.com/)
- Channel: [TV9 Gujarati](https://www.youtube.com/channel/UCeJWZgSMlzqYEDytDnvzHnw)
- Plays: Wherever YouTube plays: its rights holder sets no limit
- Who can watch here: Adult profiles and older (no rating is recorded on YouTube, so adults only)
- Made for kids: No, as YouTube designates it
- On YouTube: [Watch on YouTube](https://www.youtube.com/watch?v=_Ez3emd6adU)

It plays in YouTube's embedded player on its page here, loaded only when Play is pressed; YouTube's Terms of Service (https://www.youtube.com/t/terms) and Google's Privacy Policy (https://policies.google.com/privacy) apply to it.
