# Sabarkantha: સાબર ડેરીના કથિત ગેરવહીવટનો વધુ એક ઘટસ્ફોટ, વહીવટમાં ગેરરીતિને લઈને TV9 પર મોટો ખુલાસો

Free with YouTube's ads, posted by TV9 Gujarati.

#cyclone #bayofbengal #cyclonealert #imd #indiaweather #tv9gujarati

#SabarDairy #Sabarkantha #DairyScam #TV9Investigation #CattleHerders #TenderIrregularity #DudhsagarDairy #BabuBardan #MilkCooperative #GujaratNews #TV9Gujarati

સાબર ડેરીના વહીવટને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ડેરીની ખરીદી પ્રક્રિયામાં કથિત ગેરરીતિના આક્ષેપોએ ફરી ચર્ચા જગાવી છે. TV9ના અહેવાલમાં સાબર ડેરીમાં ઊંચા ભાવે ખરીદી થઈ રહી હોવાના દાવા સામે આવ્યા છે. સવાલ એ છે કે શું ડેરીના વહીવટને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે? સાબર ડેરીની ટેન્ડર પ્રક્રિયા અને Raw Material Purchase હવે સવાલોના ઘેરામાં છે. અન્ય ડેરીઓની સરખામણીએ સાબર ડેરીમાં એક જ પ્રોડક્ટની ખરીદી ઊંચા ભાવે થતી હોવાનો દાવો છે. દૂધસાગર ડેરી અને સાબર ડેરીના ખરીદી ભાવ વચ્ચે મોટો તફાવત હોવાના દસ્તાવેજો સામે આવ્યા છે. Bypass Fat (99%) ની ખરીદીના ભાવને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ દૂધસાગર ડેરી ₹1.28 લાખ ચૂકવે છે, તો બીજી તરફ સાબર ડેરી ₹1.66 લાખ ચૂકવતી હોવાનો દાવો છે. આખરે એક જ પ્રોડક્ટ માટે બંને ડેરી અલગ-અલગ ભાવ કેમ ચૂકવે છે? આ ભાવફેર પાછળનું કારણ શું છે અને જવાબદાર કોણ છે? TV9ની તપાસમાં ખરીદી સાથે જોડાયેલી કંપનીઓના નામ પણ સામે આવ્યા છે. Sunrise Tradeworld અને Mahakali Agro સાથેના વ્યવહારોને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. શું સાબર ડેરીની ખરીદી પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ છે? શું આ કથિત ભાવફેરનો બોજ અંતે પશુપાલકો પર પડી રહ્યો છે? દર મહિને અંદાજે ₹40 કરોડના નુકસાનનો દાવો પણ ચર્ચાનો વિષય બન્યો છે. પશુપાલકોના હિત માટે ચાલતી ડેરીમાં જ તેમના હિતને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ પણ સાબરદાણની સપ્લાય અને ખરીદી અંગે પશુપાલકો સવાલો ઉઠાવી ચૂક્યા છે. હવે સામે આવેલા દસ્તાવેજોએ સમગ્ર મામલે નવી ચર્ચા જગાવી છે. સાબર ડેરીના શાસકો આ આક્ષેપો અંગે શું જવાબ આપશે? ટેન્ડર પ્રક્રિયા ખરેખર પારદર્શક છે કે પછી તેમાં કોઈ ગેરરીતિ થઈ રહી છે? આ સમગ્ર વિવાદમાં કોની જવાબદારી નક્કી થશે? પશુપાલકોને થતા કથિત નુકસાનની ભરપાઈ કોણ કરશે? સાબર ડેરીના વહીવટ અંગેના આ ચોંકાવનારા સવાલોના જવાબ જાણવા જુઓ TV9નો વિશેષ અહેવાલ.

Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન…

- What it is: Recorded live
- Length: 4 h 7 min
- Shown live: Thu 19 Nov 2026, 01:17 UTC
- Rights holder: [TV9 Gujarati](https://www.tv9gujarati.com/) (its site links the channel: https://tv9gujarati.com/)
- Channel: [TV9 Gujarati](https://www.youtube.com/channel/UCeJWZgSMlzqYEDytDnvzHnw)
- Plays: Wherever YouTube plays: its rights holder sets no limit
- Who can watch here: Adult profiles and older (no rating is recorded on YouTube, so adults only)
- Made for kids: No, as YouTube designates it
- On YouTube: [Watch on YouTube](https://www.youtube.com/watch?v=5G1r6-yaQHA)

It plays in YouTube's embedded player on its page here, loaded only when Play is pressed; YouTube's Terms of Service (https://www.youtube.com/t/terms) and Google's Privacy Policy (https://policies.google.com/privacy) apply to it.
